અમારા રોકાણનાં સિધ્ધાંતો

અમારૂં ક્ષેત્રો પર કેન્દ્રીત થયેલું ધ્યાન

મેડીસન ઈન્ડીયા કેપીટલે સંચાર માધ્યમ, સંદેશા વ્યવહાર, વ્યાપાર તથા માહિતિ સેવા ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રીત કરેલું છે. અમારૂં કેન્દ્રીત થયેલું ધ્યાન અમને અમારા ક્ષેત્રે મનેજમેન્ટ ટીમ સાથે ગાઢ સંબંધો બાંધવામાં સક્ષમ બનાવે છે. અમારી ઔદ્યોગિક દક્ષતા અમને મેનેજમેન્ટ ટીમ સાથે એક મૂલ્ય વર્ધક ભાગીદાર બનવા શકય બનાવે છે. જે ઉદ્યોગ સાહસીકો અને મનેજમેન્ટ ટીમ અમારા ભાગીદાર બનવા માગે છે તેમને દ્રઢ નિર્ણયક્ષમતાવાળા અને જવાબદારી ઉપાડી શકે તેવા અમે બનાવી શકીએ તેમ છીએ.

મેનેજમેન્ટ સાથે મજબુત ભાગીદારી

અમે માનીયે છીએ કે ચાવીરૂપ સફળતાવાળા રોકાણ માટે મજબુત મેનેજમેન્ટ ટીમ, અમારા જેવા સરખા વિચારો હોય, તેની સાથે ભાગીદારી કરવી. ઉપરાંત હયાત તથા ભૂતપૂર્વ અધિકારીઓ, જે પોર્ટફોલીયો કંપનીઓ અંગે અમૂલ્ય સ્ત્રોત બની શકે તેમજ સલાહકાર તરીકે સેવા આપી શકે તેની સાથે ગાઢ સંબંધ જાળવવા માંગીએ છીએ.

મૂલ્યવર્ધક ભાગીદાર

અમારી ઉદ્યોગો અંગેની વિશેષજ્ઞતા મેનેજમેન્ટ ટીમને મોટા પ્રમાણમાં મૂડી પૂરી પાડવાં અમને સક્ષમ બનાવે છે. મૂલ્યવર્ધક ભાગીદાર તરીકે પોર્ટફોલીયો કંપનીઓના નિતિવિષયક અને નાણાં બાબતનાં સીનીયર મેનેજમેન્ટ સ્ત્રોત તરીકે બોર્ડ લેવલે સક્રીય રીતે જોડાયેલા રહેવા માંગીએ છીએ. ઉપરાંત અમે અમારા સ્થાનીક અને વિશ્વ કક્ષાનાં સંબંધોનો નેટવર્ક દ્રારા જયા અમે ધ્યાન કેન્દ્રીત કરેલું છે તેવા ઉદ્યોગોમાં તથા મૂડી બજારમાં, અમારી કંપનીઓના એક સ્ત્રોત બનવાં માંગીએ છીએ.

મધ્યમ બજારવાળી કંપની ઉપર ધ્યાન કેન્દ્રીત કરવું

મેડીસન ઈન્ડીયા કેપીટલ મઘ્યમકદની વિકાસ કરતી કંપની ઉપર ધ્યાન કેન્દ્રીત કરે છે, વિશેષ્ટ રૂપે, જેની કુલ વ્યાપારી સાહસની કિંમત ૧૦ મીલીયન ડોલરથી ૧૦૦ મીલીયન ડોલર હોય અને વાર્ષિક બે આંકડામાં વિકાસ કરવાની શકિત હોય. જયારે કોઈ વિકાસ કરતી કંપની અપેક્ષા કરતાં વધુ વિકાસ કરે ત્યારે આવી મધ્યમ કદની બજારવાળી કંપની રોકાણકારોને અસામાન્ય વળતરની તક પુરી પાડે છે. ઉપરાંત આવી કદ અને સીમાવાળી કંપની અમારા સંચાલન સંસાધનોના પ્રયત્નો તથા વ્યાપારી સંબંધો દ્રારા ઘણીવખત મહત્વપૂર્ણ ફાયદો ખેંચી લાવે છે.